Saturday, July 18, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

જામનગર શહેરમાંથી દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

જૂના રેલવે સ્ટેશન પાસે 42 નંગ ચપલા સાથે શખ્સ ઝબ્બે : મચ્છરનગરમાંથી દારૂની બોટલ સાથે શખ્સની અટકાયત

જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન નજીકથી પોલીસે દારૂના ચપલા સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના મચ્છરનગરમાંથી દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા વેલનગર શેરી
નંબર-1 માં રહેતાં જીગ્નેશ નરશીભાઈ રાઠોડ નામના શખ્સના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે સિટી બી ડીવીઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.કે. જાડેજા તથા સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન રહેણાંક મકાનમાંથી જીગ્નેશને રૂા.12,600 ની કિંમતના 42 નંગ ચપલા સાથે ઝડપી લઇ તેની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના મચ્છરનગર વિસ્તારમાં બળિયા હનુમાનજીના મંદિરની પાસે રહેતાં જયપાલસિંહ છત્રપાલસિંહ રાઠોડ નામના શખ્સને સિટી બી ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1300 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular