Saturday, July 18, 2026
Homeવિડિઓચાંદીપુરા વાયરસ : શંકાસ્પદ બાળ દર્દીઓના વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા નિરીક્ષણ -...

ચાંદીપુરા વાયરસ : શંકાસ્પદ બાળ દર્દીઓના વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા નિરીક્ષણ – VIDEO

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની આશંકાએ ત્રણ બાળ દર્દીઓને જી. જી. હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ બાળ દર્દીના વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે જે વિસ્તારના બાળકોને ચાંદીપુરા વાયરસની આશંકાએ દાખલ કરવામાં આવ્યા છે તેમના વિસ્તારમાં જઈને લોકોએ ચાંદીપુરા વાયરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ, ખાસ કરીને નાના બાળકોને સ્વચ્છતા અને સુરક્ષા અંગે પુરી કાળજી રાખવાની અપીલ કરવામાં આવી હતી. તેમજ બાળકોને સ્વચ્છ વાતાવરણમાં રાખવા અને શરીર સંપૂર્ણ રીતે ઢકાઇ જાય તેવા કપડા પહેરાવા ઉપરાંત મચ્છર અને રેતી માખી (જફક્ષમ ઋહુ) જેવી જીવાતોથી બાળકોનો બચાવ કરવો અને ઘરની આજુબાજુમાં સ્વચ્છતા જાળવવી તેમજ બાળકોને તાવ-ઉલટી અને આંચકી તથા બેભાન થઈ જવા જેવા રક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ ચાંદીપુરા વાયરસની આશંકાએ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે વાયરસની આશંકાએ બાળકના વિસ્તારમાં આવેલા કાચા મકાનોમાં સ્વચ્છતા જાળવવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular