ધી કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિ., જામનગરના ચેરમેનપદે શહેરના અગ્રણી બિલ્ડર પરાગભાઈ ગુલાબચંદ શાહ તથા વાઇસ ચેરમેનપદે યુવા ઉદ્યોગપતિ મિતેશભાઈ લાલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
બેન્કના બે મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓની વરણી થતાં વેપારી, ઔદ્યોગિક, બિલ્ડર અને સામાજિક વર્તુળોમાં આનંદની લાગણી પ્રસરી છે
પરાગભાઈ ગુલાબચંદ શાહ બાંધકામ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા અગ્રણી બિલ્ડર તરીકે ઓળખાય છે. તેમના વ્યવસાયિક અનુભવ, સંચાલનક્ષમતા અને માર્ગદર્શનનો લાભ બેન્કની પ્રગતિ અને ભાવિ આયોજનમાં મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
વાઇસ ચેરમેનપદે વરાયેલા મિતેશભાઈ લાલ યુવા ઉદ્યોગપતિ તરીકે શહેરમાં આગવી ઓળખ ધરાવે છે. તેમની કાર્યદક્ષતા, યુવા દૃષ્ટિકોણ અને વ્યવસાયિક સૂઝ બેન્કની ગ્રાહકલક્ષી સેવાઓને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવામાં ઉપયોગી સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

બંને પદાધિકારીઓના સંયુક્ત નેતૃત્વ હેઠળ ધી કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક વિકાસના નવા સોપાનો સર કરશે અને ગ્રાહકોને વધુ સારી બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ બનશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
પરાગભાઈ શાહને ચેરમેન તથા મિતેશભાઈ લાલને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી મળવા બદલ શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, મિત્રો અને શુભેચ્છકો દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.


