Friday, July 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું

જામનગરમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું

જામનગર શહેરના સ્વામીનારાયણનગર, ડ્રીમસિટી, શેરી નંબર 6માં આવેલાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર સ્થળે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન 6 મહિલાઓને રૂપિયા 30,800ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ જુગારના દરોડાની વિગત મુજબ જામનગર શહેરના સ્વામીનારાયણ નગરના ડ્રીમસિટીના શેરી નંબર 6માં રહેતાં મહિલા દ્વારા તેના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી તીનપત્તીનો જુગાર રમાડાતો હોવાની જયદીપસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, કલ્પેશભાઇ અઘારાને મળેલી બાતમીના આધારે પીઆઇ એન. એમ. ગઢવી, પીએસઆઇ ડી. જી. રાજ, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, જયપાલસિંહ જાડેજા, પો.કો. અજયસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંતભાઇ રાઠોડ, કપિલભાઇ ગુજરિયા સહિતના સ્ટાફએ રેઇડ કરી હતી.

રેઇડ દરમ્યાન સિટી ‘બી’ ડિવિઝન પોલીસે મહિલા સંચાલિકા સહિતની 6 મહિલાઓને જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 30,800ની રોકડ રકમ અને ગંજીપન્ના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular