Saturday, June 27, 2026
Homeવિડિઓભાણવડના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો - VIDEO

ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો – VIDEO

દારૂની 492 બોટલ સહિત કુલ 7.96 લાખનો મુદ્દામાલ કબ્જે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી એલ.સી.બી. પોલીસે રૂ. 3.66 લાખની કિંમતનો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી એવા બે શખ્સો પોલીસને હાથ લાગ્યા ન હતા. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 7,96,072નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ સ્થાનિક ગુના શોધક શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, શક્તિસિંહ જાડેજા, વેજાણંદભાઈ બેરા અને મનહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ભાણવડ તાબેના કંસારિયા નેસ વિસ્તારમાં રહેતા બાલુ નાથા રબારી દ્વારા પોતાના કબજાની કાચી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોય, એલસીબીની ટીમે દરોડો પાડતા આ સ્થળેથી જુદી જુદી બ્રાન્ડની 480 બોટલ વ્હિસ્કી તથા 12 નંગ વોડકાની બોટલ મળી આવી હતી.

- Advertisement -

આ દરોડા દરમિયાન પોલીસને કુલ રૂપિયા 3,66,072ની કિંમતનો પરપ્રાંતીય શરાબનો જથ્થો હાથ લાગ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂ. 3.66 લાખના વિદેશી દારૂ તથા 4,00,000ની કિંમતની ક્રેટા મોટરકાર અને રૂપિયા 30 હજારની કિંમતના મોટરસાયકલ મળીને કુલ રૂપિયા 7,96,072નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

જો કે, વિદેશી દારૂના કટીંગ સમયે પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન આરોપી એવો ઓરડી માલિક બાલુ નાથા રબારી તેમજ કાર માલિક રાજુ કરસન કોડીયાતર નામના બે શખ્સો હાથ ન લાગતા આ શખ્સોની અટકાયત કરવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ભાણવડ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોષી, ભાર્ગવ દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, શક્તિસિંહ ઝાલા, ગોવિંદભાઈ કરમુર, શક્તિસિંહ જાડેજા, વેજાણંદભાઈ બેરા, મુકેશભાઈ કેસરીયા, મનહરસિંહ જાડેજા અને પ્રકાશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular