Tuesday, June 16, 2026
Homeવિડિઓમોટી ખાવડીમાંથી બોગસ તબીબને ઝડપી લેતું એસઓજી - VIDEO

મોટી ખાવડીમાંથી બોગસ તબીબને ઝડપી લેતું એસઓજી – VIDEO

હરિયાણાના શખ્સને દબોચ્યો : બિહારી ક્લિનિક નામના દવાખાનામાં દર્દીના આરોગ્ય સાથે ચેડાં : 4728નો મુદામાલ કબ્જે

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આવેલા ગેસ્ટ હાઉસ નીચે મેડીકલ ડિગ્રી વગર “બિહારી ક્લિનિક” નામના દવાખાનામાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબને એસઓજીએ ઝડપી લીધો હતો.

- Advertisement -

આ દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આવેલા ગેસ્ટ હાઉસની નીચે મેડીકલની ડિગ્રી વગર “બિહારી ક્લિનિક” નામના દવાખાનામાં સંજીવ રામલાલ શર્મા નામનો શખ્સ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની અને જુદી જુદી દવાઓ તથા ઇન્જેકશન આપતો હોવાની એસઓજીના વિજયભાઇ કારેણા, જયેશભાઇ પેઢરિયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને મળેલી બાતમીના આધારે પીઆઇ વી. બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ. એમ. જેર, એ.વી. ખેર તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન બોગસ તબીબ સંજીવ શર્માને ઝડપી લઇે તેની પાસેથી જુદી જુદી કંપનીઓના ઇન્જેકશન, ટેબ્લેટ, સ્ટેથોસ્કોપ, બ્લડપ્રેસર માપવાનું મશીન મળી કુલ રૂા. 4728નો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular