Monday, June 8, 2026
Homeરાજ્યહાલારખોટી નંબર પ્લેટવાળી હેરિયરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

ખોટી નંબર પ્લેટવાળી હેરિયરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

જોડિયા પીઆઇ દ્વારા રેઇડ : બે નંબરપ્લેટ અને દારૂનો જથ્થો અને કાર કબ્જે : રાજસ્થાનના શખ્સનું નામ ખુલ્યું : પટેલ કોલોનીમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે : બે શખ્સોના નામ ખુલ્યા

જોડિયા તાલુકાના પીઠડ ગામમાંથી પોલીસે હેરિયર કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી ઇંગ્લીશ દારૂની 93 બોટલ સાથે મોરબીના બે શખ્સોને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી. જામનગરના પટેલ કોલોની શેરી નંબર નવમાંથી પોલીસે શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ બનાવમાં જોડિયા તાલુકાના પીઠડ ગામની મુખ્ય બજારમાંથી પસાર થતી જીજે18 બીએચ 3413 નંબરની હેરિયર કારને પીઆઇ પી. એન. ખાચર તથા સ્ટાફે આંતરીને તલાશી લેતાં કારમાંથી રૂા. 1,02,300ની કિંમતની 93 બોટલ ઇંગ્લીશ દારૂ અને રૂા. 6 હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી આવતા પોલીસે ભરત કાનજી ચાવડા (રહે. રવાપર રોડ, મોરબી) અને નિર્મલ ભગવાનજી બરબસિયા (રહે. વાવડી રોડ, મોરબી) નામના બે શખ્સોને ઝડપી લઇ તલાશી લેતાં કારમાંથીજુદી જુદી બે નંબરપ્લેટ મળી આવતા પોલીસે રૂા. 12 લાખની કિંમતની કાર તથા દારૂ અને મોબાઇલ મળી કુલ રૂા. 13,08,300નો મુદામાલ કબ્જે કરી બન્નેની પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં રાજસ્થાનના મોતીલાલ નામના બૂટલેગરની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

બીજો દરોડો જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર નવમાં રહેતાં પ્રમોદસિંહ નિર્મળસિંહ ચાવડા નામના શખ્સને પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફએ આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 3774.90ની કિંમતના 30 નંગ બીયરના ટીન અને રૂા. 4 હજારની કિંમતની દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે રૂા. 7774.90નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં યશ રાવલ અને દિગ્વિજયસિંહ જાડેજાની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular