Monday, June 8, 2026
Homeરાજ્યજામનગર25 લાખની છેતરપિંડી આચરનાર ઠગ રાજસ્થાનમાંથી ઝડપાયો - VIDEO

25 લાખની છેતરપિંડી આચરનાર ઠગ રાજસ્થાનમાંથી ઝડપાયો – VIDEO

જામનગરમાં રહેતાં યુવાનને ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક કરી શેરબજારમાં રોકાણ કરાવી ઉંચું વળતર આપવાની લાલચ આપી રૂા. 25.86 લાખની છેતરપિંડી આચરનાર રાજસ્થાનના શખ્સને સાયબર ક્રાઇમ પોલીસે દબોચી લઇ ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગરમાં રહેતાં યુવાન સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી શેરમાર્કેટમાં રોકાણ કરાવી વધારે નફો આપવાની લાલચ આપી રૂપિયા 25,86,000ની છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતના બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ.એ. ધાસુરા તથા પીએસઆઇ એચ. કે. ઝાલા, એએસઆઇ ભગીરથસિંહ જાડેજા, પો.કો. જીતેન્દ્રસિંહ જાડેજા, એલ.આર. ચિરાગભાઇ બસિયા સહિતના સ્ટાફએ ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન સોર્સની મદદથી રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના રેલમંગરા તાલુકાના સનશેર ગામમાં રહેતાં રવિ રોશનલાલ વર્દીચંદજી જાટ (ઉ.વ.27) નામના શખ્સને ત્રણ દિવસની રઝડપાટ બાદ ઝડપી લઇ જામનગર લઇ આવ્યા હતાં.

- Advertisement -

જામનગર લઇ આવ્યા બાદ પૂછપરછમાં રવિએ તેના ખાતામાંથી રૂા. 10 લાખની રકમ ઉપાડી તેના મામાના દીકરાને આપી હોવાની કેફિયત આપી હતી. તેમજ રવિ અગાઉ પણ રાજસ્થાનના અજમેરમાં એક કરોડથી વધુની સાયબર ક્રાઇમ છેતરપિંડીના ગુનામાં જેલવાસ ભોગવી ચૂકયો હતો. જેલમાંથી છૂટયા બાદ ફરીથી છેતરપિંડી આચરી હતી. તેમજ આ પૂછપરછ દરમ્યાન વધુ ત્રણ શખ્સોની સંડોવણી હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં તપાસ આરંભી અદાલતમાં રજૂ કરતાં ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular