જામનગરમાં પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ટ્રાફિક પોલીસ દ્વારા કે.ડી. એકેડમી ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન 50 વિદ્યાર્થીઓ અને 10 સ્ટાફ સભ્યોને સાયબર ક્રાઈમ, નશાકારક પદાર્થોના દુષણ અને ટ્રાફિક નિયમોની માહિતી આપવામાં આવી હતી. સાયબર પોલીસ દ્વારા ફિશિંગ કોલ, ફેક શોપિંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ અંગે માર્ગદર્શન આપી 50 જાગૃતિ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
SOG દ્વારા ગાંજો, અફીણ, ચરસ સહિતના નશાકારક પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે સમજણ આપવામાં આવી હતી તેમજ NDPS સંબંધિત કોઈપણ માહિતી 1933 હેલ્પલાઇન પર આપવા અપીલ કરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસે વાહનચાલકોને ગતિમર્યાદાનું પાલન, સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ તથા વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અંગે જાગૃત કર્યા હતા. માર્ગ અકસ્માતો ઘટાડવા અને સુરક્ષિત મુસાફરી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ પો.ઇન્સ. આઈ.એ. ઘાસુરા, પો.ઇન્સ. એસ.વી. ચૌધરી અને પો.સબ.ઇન્સ. એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં પો.સબ.ઇન્સ. આર.ડી. ટાંક, પો.હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદિયા, મયુરરાજસિંહ જાડેજા અને સત્યજિતસિંહ વાળા સહિતના અધિકારીઓએ પ્રેઝન્ટેશન આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


