Tuesday, June 2, 2026
Homeવિડિઓમોખાણાના ખેડૂતો વળ્યા ફુલોની ખેતી તરફ - VIDEO

મોખાણાના ખેડૂતો વળ્યા ફુલોની ખેતી તરફ – VIDEO

ઓછી જમીનમાં મેળવી રહ્યા છે વધુ આવક

ફૂલોની ખુશ્બુથી મહેકતું આ ગામ એટલે જામનગર જિલ્લાનું મોખાણા ગામ. આ ગામના ખેડૂતો થોડા સમયથી પરંપરાગત ખેતીને બદલે ફૂલોની ખેતી તરફ વળ્યા છે અને ઓછી જમીનમાંથી વધુ આવક મેળવી રહ્યા છે. અંદાજે ગામના 50 થી 60 ખેડૂતોના ખેતરમાં રંગબેરંગી ફૂલો મહેકે છે. અનેક ખેડૂતો માટે આ ખેતી આશીર્વાદરૂપ બની છે. જોકે હાલ ગરમી અને બદલાયેલા હવામાનના કારણે ઉત્પાદન પર અસર જોવા મળી રહી છે.

- Advertisement -

જામનગર જિલ્લાના મોખાણા ગામમાં ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો માટે ફૂલોની ખેતી આવકનો સારો વિકલ્પ બની છે. કારણ કે મગફળી કપાસ ટૂંકી જમીનમાં વધુ ઉત્પાદન આપી શકતા ન હોવાથી ઓછા વિસ્તારમાં પણ સારી ઉપજ મળતા ખેડૂતો પરંપરાગત પાકોની સરખામણીએ ફૂલોની ખેતીને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.

- Advertisement -

ખેડૂતોના જણાવ્યા મુજબ ફૂલોની માંગ વર્ષભર રહેતી હોવાથી તેમને બજારમાં યોગ્ય ભાવ મળી રહે છે. તહેવાર અને લગ્નસરાની સિઝન હોય તો ક્યારેક વધુ ભાવ મળે છે. ધાર્મિક કાર્યક્રમો અને અન્ય ઉજવણીઓમાં ફૂલોની સતત જરૂરિયાત રહેતી હોવાથી ભાવમાં વધારો ઘટાડો થાય છે. ગામના સરેરાસ એક ખેડૂતને વર્ષ દરમિયાન અંદાજે એક લાખથી દોઢ લાખ રૂપિયા સુધીની કમાણી થઈ જાય છે.

- Advertisement -

જોકે હાલ ગરબી અને વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે ફૂલોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોને આવક પર પણ અસર પડી રહી છે. ઓછી જમીનમાં વધુ નફો આપતી ફૂલોની ખેતી મોખાણા ગામના ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ રહી છે તેમ ગામના ખેડૂત મનીષભાઈ બોરીચા એ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular