Wednesday, June 3, 2026
Homeરાજ્યહાલારદ્વારકા નજીક મોટરકારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

દ્વારકા નજીક મોટરકારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

260 નંગ દારૂના ચપટા સાથે ચાર આરોપીઓ ઝડપાયા : કુલ રૂા. 3.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

દ્વારકા એલસીબી દ્વારા દ્વારકા નજીકની ચેકપોસ્ટ પાસેથી ચેકિંગ દરમ્યાન એક મોટરકારમાંથી 260 નંગ વિદેશી દારૂના ચપટા સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા અને મોટરકાર સહિત કુલ રૂા. 3,46,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી રાત્રિના આશરે 11:30 વાગ્યાના સમયે પસાર થતી જી.જે. 37 ટી. 6936 નંબરની એક સ્વિફ્ટ ડિઝાયર મોટરકારમાં પોલીસે ચેકીંગ કરતા મોટરકારમાં છુપાવીને લઈ જવાથી વિદેશી દારૂની 180 મી.લી.ના 260 નંગ ચપટા મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા 26,000ની કિંમતના વિદેશી દારૂ, રૂ. 3 લાખની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર મોટરકાર અને રૂપિયા 20,000ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ. 3,46,000ના મુદ્દામાલ સાથે મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો ધવલ અશોક અરીલા, ગોપાલ ધના ભગાડ, કાનાભા રવાભા કેર અને શિવુભા બળુભા પરમાર નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

દારૂનો આ જથ્થો તેણે લાલપુર તાલુકાના જોગવડ ગામના ખીમભાઈ ગઢવી નામના શખ્સ પાસેથી ભાગીદારીમાં છૂટક વેચવા માટે મંગાવ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો, નોંધી આગળની તપાસ હાથ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular