Tuesday, June 2, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુર પંથકમાંથી માટીચોરી ઝડપી લેતું એલસીબી

કલ્યાણપુર પંથકમાંથી માટીચોરી ઝડપી લેતું એલસીબી

જામપર ગામની સીમમાં મીઠડીધારમાં બે સ્થળોએ પોલીસનો દરોડો : બે જેસીબી અને મોરમ ભરેલા ચાર ટ્રેકટર કબ્જે

કલ્યાણપુર પંથકમાં થતી ખનિજચોરી ડામવા માટે એલસીબીની ટીમ દ્વારા જામપર ગામની સીમમાં આવેલી મીઠડીધારમાં જુદા જુદા બે સ્થળોએ રેઇડ દરમ્યાન માટીચોરીનું કૌભાંડ ઝડપી બે જેસીબી અને ચાર મોરમ ભરેલા ટ્રેકટર કબ્જે કરી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં અગાઉ વિવિધ પ્રકારની ખનીજ ચોરી તેમજ માટી (મોરમ)ની ચોરી ઝડપાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી પોલીસની ટીમ દ્વારા અવિરત રીતે જારી રાખવામાં આવેલી ગેરકાયદેસર મોરમ ખનન અંગેની કાર્યવાહીમાં એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા ગઈકાલે સોમવારે કલ્યાણપુર પંથકના હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, ખીમાભાઈ કરમુર, લાખાભાઈ પિંડારિયા તથા જેઠાભાઈ પરમારની ટીમ દ્વારા બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના જામપર ગામની સીમ વિસ્તારમાં આવેલી મીઠડી ધારમાં બે અલગ અલગ જગ્યાએ મોરમ (માટી)નું જેસીબી જેવા સાધનોની મદદથી ખનન કરી અને આ મોરમ (માટી)નું ટ્રેક્ટર મારફતે વહન થતું હોવાથી આ સ્થળે દરોડા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સ્થળેથી પોલીસે જુદા જુદા નંબરના બે જેસીબી તથા આશરે ચાર-ચાર ટન જેટલી મોરમ ભરેલા ચાર ટ્રેક્ટર કબજે કરી આ અંગે વધુ કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular