Monday, June 1, 2026
Homeરાજ્યજામનગરકરોડોની છેતરપિંડી આચરનાર હિતેષ નવસારીમાંથી ઝડપાયો

કરોડોની છેતરપિંડી આચરનાર હિતેષ નવસારીમાંથી ઝડપાયો

ક્રેડિટકાર્ડમાં રોકાણ કરાવી કમિશન આપવાની લાલચ આપતો : જુદા જુદા વેપારીઓ પાસેથી રૂા. 1.33 કરોડ પડાવ્યા : સિટી ‘એ’ ડિવિઝન પોલીસે દબોચ્યો : રિમાન્ડની તજવીજ

જામનગર શહેરમાં બર્ધન ચોક વિસ્તારના વેપારી સાથે કાપડનો વ્યવસાય કરતાં જામનગરના જ શખ્સે બેન્કોના ક્રેડિટ કાર્ડમાં રોકાણ કરાવી કમિશનની લાલચ આપી રૂા. 1,33,40,000 પડાવી લઇ વિશ્વાસઘાત કરી પલાયન થઇ ગયાના બનાવમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર શખ્સ વિરૂદ્ધ વિધિવત પોલીસ ફરિયાદના આધારે પોલીસે નવસારીમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવની મળતી વિગત મુજબ હાલમાં જ જામનગર શહેરના વેપારીઓ દ્વારા વાલકેશ્વરી નગરીમાં રહેતાં હિતેષ લક્ષ્મીકાંત ગોહિલ નામના શખ્સે આશરે રૂપિયા 25 કરોડનું ફૂલેકું ફેરવ્યાની ઘટનામાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. ત્યારબાદ આ શખ્સ વિરૂદ્ધ જામનગર શહેરમાં સોઢાવાડી વિસ્તારમાં રહેતાં અને બર્ધન ચોકમાં કાપડનો વ્યવસાય કરતાં મુસ્તાકભાઇ ઇબ્રાહિમભાઇ સાબુવાલા (ઉ.વ. 58) નામના પ્રૌઢને ગત્ નવેમ્બર 2021 થી મે 2026 સુધીના સમય દરમ્યાન હિતેષ લક્ષ્મીકાંત ગોહિલ નામના શખ્સે કાપડનો વેપાર કરવાની સાથે સાથે જુદી જુદી બેન્કના ક્રેડિટ કાર્ડના એજન્ટ તરીકે પણ કામ કરતો હોવાનું જણાવી વેપારીને વિશ્વાસમાં લીધા હતા. વેપારીને બેન્કના ક્રેડિટ કાર્ડમાં રોકાણ કરી કમિશન આપવાની લાલચ આપી હતી.

જેથી વેપારી તથા અન્ય વેપારીઓ હિતેષના વિશ્વાસમાં આવી જઇ રૂા. 1,33,40,000ની માતબર રકમ હિતેષને બેન્કના ચેક મારફતે, ગૂગલ પે દ્વારા, રોકડ તેમજ ક્રેડિટ કાર્ડ દ્વારા આપ્યા હતાં. આ નાણા મેળવી લીધા બાદ હિતેષ દ્વારા પ્રૌઢ વેપારી સહિતના અન્ય વેપારીઓને કોઇપણ જાતનું કમિશન આપ્યું ન હતું અને હિતેષ તેના પરિવાર સાથે ગામ મૂકી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ વેપારીઓ દ્વારા અવારનવાર હિતેષનો સંપર્ક કરવામાં આવ્યો હોવા છતાં હિતેષ દ્વારા કમિશન કે રકમ પરત આપવામાં ન આવી હતી. જેથી વેપારી મુસ્તાકભાઇ દ્વારા હિતેષ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાતા પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી. દરમ્યાન હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા અને વિજયભાઇ કાનાણીને મળેલી બાતમીના આધારે પીઆઇ વી. એમ. ડોડિયા, એએસઆઇ નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા અને વિજયભાઇ કાનાણી સહિતના સ્ટાફએ નવસારીમાંથી હિતેષ લક્ષ્મીકાંત ગોહિલ (ઉ.વ.43) નામના શખ્સને દબોચી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular