અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ટીફની તેના પતિ માઇકલ બુલોસ સાથે ભારતની મુલાકાતે આવી છે. દરમ્યાન આજે આ દંપતિ ગુજરાત અને જામનગરના પ્રવાસે આવી રહ્યાં છે. જામનગરના એરપોર્ટ પર આજે સવારે દંપતિનું આગમન થયું હતું અને દંપતિ રિલાયન્સ જવા રવાના થયા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટીફની ટ્રમ્પ અને તેણીના પતિમાઇકલ બુલોસ ભારતના પ્રવાસે આવ્યા છે. આ દંપતિએ નવી દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિર અને વિખ્યાત આગ્રાનો તાજમહેલ નિહાળ્યો હતો. ઉપરાંત રાજસ્થાનના જેસલમેરમાં પણ રોકાણ કર્યું હતું અને સોનારકીલો (જેસલમેર ફોર્ટ) નિહાળ્યો હતો. આ ભારતની મુલાકાત દરમ્યાન દંપતિની સાથે તેના નજીકના મિત્રો પણ આ પ્રવાસમાં જોડાયા હતાં. ટીફની અને તેના પતિ માઇકલ તથા તેમના મિત્રોનું આજે સવારે જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિની પુત્રીના આગમન માટે રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી અને સવારે દંપતિના આગમન બાદ આ મોટો કાફલો મુકેશ અંબાણી અને અંબાણી પરિવારના મહેમાન બનવા રિલાયન્સ જવા રવાના થયો હતો અને આ દંપતિ વનતારાની મુલકાત લેશે તેવું જાણવા મળી રહ્યું છે.
View this post on Instagram


