જામનગર શહેરમાં ગુલાબનગર પાસે એક શખ્સને મોટરકારમાં 96 નંગ દારૂની બોટલો તથા 48 નંગ બિયરના ટીન સાથે એલસીબીએ ઝડપી લઇ કુલ રૂા. 3,16,139નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર પાસેથી એક શખ્સ મોટરકારમાં દારૂના જથ્થા સાથે પસાર થનાર હોવાની એલસીબીના મયૂરસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, એલસીબીના પીઆઇ વી. બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમ્યાન જીજે18 ડીએ 6081 નંબરની મોટર કારને રોકી તપાસ કરતાં પ્રદ્યુમનસિંહ ઘનશ્યામસિંહ ઝાલા નામના શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. રૂા. 9600ની કિંમતની 96 નંગ દારૂની નાની બોટલો, 6039ની કિંમતના 48 નંગ બિયરના ટીન, રૂા. 500ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. 3 લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂા. 3,16,139નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ દરમ્યાન દારૂનો જથ્થો જામનગરના નાઘેડી ગામના ભરતભાઇ ગઢવીના કહેવાથી મોરબીમાં પીપળી રોડ ઉપર એક અજાણ્યા શખ્સે ભરી આપ્યો હોવાની કેફિયત આપતા પોલીસ દ્વારા બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.


