Saturday, May 30, 2026
Homeરાજ્યહાલારએડ ફ્રી એપ્લીકેશન ડાઉનલેડ કરતાં પહેલાં ચેતી જજો, ફ્રોડ ન થાય...!

એડ ફ્રી એપ્લીકેશન ડાઉનલેડ કરતાં પહેલાં ચેતી જજો, ફ્રોડ ન થાય…!

કાલાવડ ગામમાં રહેતાં યુવાને એડ ફ્રી મૂવીની એપ્લીકેશન ડાઉનલોડ કરતાં અજાણ્યા શખ્સે મોબાઇલ ફોન હેક કરી યુવાનના જુદા જુદા બેન્ક ખાતામાંથી રૂા. 2,09,530ની ઉચાપાત કરી ઓનલાઇન છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

- Advertisement -

આ છેતરપિંડીના બનાવની વિગત મુજબ દેશભરમાં જેમ જેમ ડિઝિટલ ઉપયોગ વધતો જાય છે તેમ તેમ સાયબર ક્રાઇમના ગુનાઓ આચરવાના નવતર કિમિયાઓ સામે આવી રહ્યાં છે. જેના કારણે હજારો લોકો આવા સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે. આવા જ એક બનાવમાં જામનગર જિલ્લાના કાલાવડ ગામ ગીતા મીલ પાછળના વિસ્તારમાં રહેતાં સાહિલ મનસુખભાઇ તરપદા (ઉ.વ.29) નામના સ્ટુડિયો ચલાવતા યુવાને ચાર દિવસ પહેલાં તેના ઇન્સ્ટાગ્રામ આઇડી એડ ફ્રી મૂવીની CUBI નામની એપ્લીકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરી હતી. આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ યુવાનનો ફોન અજાણ્યા શખ્સે હેંગ કરી નાખ્યો હતો. તેના ફોનમાંથી આ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી હતી. તેમ છતાં અજાણ્યા શખ્સે યુવાનના મોબાઇલમાં રહેલો તમામ ડેટા અને એપ્લીકેશન ડિલિટ કરી બેન્ક ઓફ બરોડાના 32600100003052 નંબરના ખાતામાંથી તા. 27ના રોજ રૂા. 40 હજાર અને તા. 28ના રોજ રૂા. 95 હજાર જમા કર્યા હતા અને થોડીવાર બાદ રૂા. 98,050ની રકમ ઉપાડી લીધી હતી.

તેમજ યુવાનના આઇસીઆઇસીઆઇ બેન્કના 015301024296 નંબરના બેન્ક ખાતામાંથી તા. 27ના રોજ રૂા. 93,580, તા. 28ના રૂા. 55 હજાર તથા રૂા. 17,900 મળી કુલ રૂપિયા 1,66,480ના ગેરકાયદેસર ટ્રાન્જેક્શન કરી યુવાનના બન્ને બેન્કના ખાતામાં મળી કુલ રૂા. 2,09,530ની રકમનું ટ્રાન્જેકશન કર્યાના બનાવમાં પીઆઇ એ. એલ. બારસિયા તથા સ્ટાફએ સાહિલના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular