ખંભાળિયા નજીક પુલ નીચે જુગાર રમતાં ચાર શખ્સને ઝડપી લઇ પોલીસે રૂા. 12,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચુડેશ્વર ગામના વાડી વિસ્તારમાં રોનપોલીસને જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં કલ્યાણપુરના ભાટિયામાં ઓનલાઇન જુગાર રમી રહેલા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તમામ ઝડપાયેલા શખ્સ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના પ્રથમ દરોડાની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામથી ભારા બેરાજા ગામ તરફ જતા રસ્તે એક પુલ નીચે બેસીને ગત સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા લખમણ જીણાભાઈ કેશરીયા, કમલેશ રણમલભાઈ ચાનપા, ડાવા નગશી અવસૂરા અને મંગા પરબત રૂડાચ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 12,100નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
બીજો દરોડો ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે મોડીરાત્રિના સમયે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા જાવીદ ઓસમાણ ચમડિયા, અકબર હુસેન ચાવડા, આમદ સાલેમામદ ભાયા, હેમંતસિંહ બહાદુરસિંહ જાડેજા, વીરા નારણ ચાવડા અને ભગવાનજી કલુભા જાડેજા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂ. 16,270નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે ત્રીજો દરોડો કલ્યાણપુર તાલુકાના ભાટીયા ટાઉન વિસ્તારમાં એલસીબીએ કરણ હરજુક ધમા (ઉ.વ. 23) નામના શખ્સને મૂળ ખંભાળિયાના અને દુબઇના પ્રવીણ ડોસાણી પાસેથી આઇડી પાસવર્ડ મેળવી આઇડી અલગ અલગ દોઢ ડઝન શખ્સને આપીઓનલાઇન જુગાર રમતો રમાડતો પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 22,500નો મુદ્ામાલ કબ્જે કરી આઇડી આપનાર પ્રવીણ ડોસાણી તથા અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


