Thursday, May 28, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી સગીરાનું અપહરણ

જામનગર શહેરમાંથી સગીરાનું અપહરણ

સગીરાના મંગેતરનો કાકો ભગાડી ગયો : થોડાં સમય અગાઉ સગીરાનું જામનગરમાં સગપણ : પોલીસે ઢસામાંથી બન્નેને ઝડપી લીધાં

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરીમાં આવેલા મથુરાનગરમાં રહેતી સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયેલા ભાટિયા ગામના મંગેતરના કૌટુંબિક કાકાને પોલીસે ભાવનગરના ઢસા પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર, રડાર રોડ ઉપર, મથુરાનગર શેર નંબર સાતમાં રહેતા ભાવેશ રતનદાસ ગોંડલિયા નામના યુવાનની 17 વર્ષની પુત્રીને કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામનો જીગર કરશન રામકબીર નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ગત્ તા. 21ના રોજ અપહરણ કરી ભગાડી ગયો હતો. આ બનાવ બાદ સગીરાના પિતાએ જીગર વિરૂદ્ધ સિટી ‘સી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફએ તપાસ હાથ ધરતાં સગીરાનું થોડાં દિવસ પહેલાં જામનગરના યુવક સાથે સગપણ થયું હતું. આ સગપણ બાદ સગીરા તેણીના મંગેતરના કૌટુંબિક કાકા જીગર કરશન રામકબીર (રહે. ભાટિયા, કલ્યાણપુર તાલુકો) સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ જીગર અને સગીરા બન્ને મોબાઇલ ફોન અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ઉપર વાતચીત કરતાં હતાં. દરમ્યાન પોલીસે ભાવનગરના ઢસામાંથી જીગર અને સગીરા બન્નેને ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular