સદભાવના સેવાભાવ પ્રથમ સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થનાર છે. 500 કરોડના માતબર ખર્ચે નિર્માણ થનાર આ સદભાવના વૃદ્ધાશ્રમના નવા પરીસરમાં 5000 વડીલો રહી શકે તે પ્રકારની વ્યવસ્થા રહેશે. વિનુભાઇ બચુભાઇ નાગ્રેચા પરીસર સદભાવના વૃદ્ધાશ્રમ અંગે પત્રકાર પરીષદમાં માહિતી અપાઇ હતી.
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી ધીરેન્દ્રભાઇ કાનાબારએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે વિજયભાઇ ડોબરીયા દ્વારા 15 ઓગસ્ટ 2015ના માત્ર 7 વડીલોથી વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં 700 જેટલા માવતરોને આશ્રય આપવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં 60 વર્ષથી ઉપરના એવા વડીલો કે જેમને કોઇ દિકરા ન હોય, પેન્શનની કોઇ આવક ન હોય તેમજ મોટી મિલ્કત ન હોય તેઓને વિનામુલ્યે આશ્રય આપવામાં આવે છે.
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. રાજકોટમાં છેલ્લા દસ વર્ષથી વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. સદભાવના વૃદ્ધાશ્રમ નિ:સંતાન, નિરાધાર, પથારીવશ અને કેન્સર તથા કોમા ગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિઓને ગૌરવ અને નિષ્ઠા સાથે મફત જીવનભર સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત છે. 30 એકર શાંતિપૂર્ણ અને પર્યાવરણને અનુકૂળ જમીનમાં ફેલાયેલા, એક શાંત સ્વર્ગ સમાન જ્યાં વૃદ્ધો કુદરતના સૌમ્ય આલિંગનમાં આરામ મેળવી શકે છે. અહીં, એકલતા પોતાનામાં પરિવર્તિત થાય છે, અને એકાંતને પરિવારની હૂંફથી બદલવામાં આવે છે.
View this post on Instagram
ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 700+ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 400 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં), કેન્સર તથા કોમા ગ્રસ્ત નિ:સંતાન વડીલો માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા નિ:સંતાન, પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિ:શુલ્ક આશ્રય અપાઈ રહયો છે.
રાજકોટ-જામનગર હાઇવે પડધરી પાસે મોટા રામપર ખાતે વિનુભાઇ બચુભાઇ નાગરેચા પરીષર સદભાવના વૃદ્ધાશ્રમનું 20 લાખ સ્કવેર ફુટના બાંધકામમાં 500 કરોડના માતબર ખર્ચે 1400 રૂમ રહેશે જેમાં 5000 નિરાધાર, નિ:સંતાન, ઘરવિહોણા વૃદ્ધો, બીમાર, અપંગ અને પથારીવશ, કેન્સર તથા કોમા જેવી ગંભીર સ્થિતિમાં રહેતા વડીલો માટે રહેવા, જમવાની વ્યવસ્થા હશે.
જેમાં 7 ટાવર્સમાં દરેક ટાવરમાં 11 માળ હશે, જેથી દરેક વ્યક્તિને પૂરતી જગ્યા અને સંભાળ મળી રહેશે. તેમજ જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ બનાવ્યો છે જ્યાં દેરાસર પણ બનાવાયું છે.20 લાખ સ્કેવેર ફૂટના બાંધકામ સાથે વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર સદભાવના વૃદ્ધાશ્રમ.
સદભાવના વૃધ્ધાશ્રમમાં વડીલો માટે એક ભવ્ય સત્સંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વધુમાં આધુનિક સિનિયર રૂમ ખાનગી બેડ સાઇડ ટેબલ અને વ્યક્તિગત વોર્ડરોબ્સ સાથે 5-સ્ટાર અનુભવ પ્રદાન કરે છે. આ વ્યક્તિગત સુવિધાઓ ખાતરી કરે છે કે રહેવાસીઓને પોતાની જગ્યા પર સાચી માલિકીની ભાવના અનુભવાય. સમર્પિત લોકર્સ અને સ્ટોરેજ પ્રદાન કરીને, વાતાવરણ સુવિધામાંથી ખાનગી ઘરમાં પરિવર્તિત થાય છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીમાં ધાર્મિક ગ્રંથો, પ્રેરણાત્મક પુસ્તકો, કોમિક્સ અને નવલકથાઓ સહિત વિવિધ પ્રકારના સાહિત્યનો સમૃદ્ધ પુસ્તકોનો સંગ્રહ ઉપલબ્ધ છે.જે વડીલોને જ્ઞાનવર્ધક વાંચન સાથે સક્રિય અને પ્રેરિત રાખે છે. અહીં તેઓ સમયનો સદુપયોગ કરી મનને તાજગી અને નવી ઊર્જા આપી શકશે. સાથે જ ગેમ રૂમ મનોરંજન અને મિત્રતાનું કેન્દ્ર છે, જ્યાં ચેસ, બોર્ડ ગેમ્સ અને મૈત્રીપૂર્ણ સ્પર્ધાઓ દ્વારા વડીલોનું મન તંદુરસ્ત રહેશે અને પડોશીઓને પરિવાર જેવી લાગણી સાથે જોડે છે. આ પ્રવૃત્તિઓ માત્ર રમત સુધી મર્યાદિત નથી, પરંતુ આનંદ, હાસ્ય અને સમૂહ ભાવનાને મજબૂત બનાવે છે. ઉપરાંત ભવ્ય ઓડિટોરિયમ જ્યાં આધ્યાત્મિક પ્રવચનો, ભજન, સેમિનાર અને ફિલ્મ પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાઈ છે.
તેમજ ધીરેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે વૃદ્ધાશ્રમમાં 90 જેટલા લોકોનો સ્ટાફ કાર્યરત છે અહિં 7 ટ્રસ્ટીઓ જવાબદારી સંભાળી રહ્યા છે. 60 વર્ષથી ઉપરના વડીલોને આશ્રય આપવામાં આવે છે પરંતુ એક 22 વર્ષની દિકરીને માતા-પિતા ન હોય અને તેનું અડધુ શરીર પેરેલાઇસ થયું હોય તેને પણ વિના મુલ્યે આશ્રય આપવામાં આવ્યો છે. 65 જેટલા વડીલો મુંબઇના હોવાનું પણ જણાવ્યું હતું. સદભાવના વૃઘ્ધાશ્રમની વધુ માહિતી અથવા કોઇપણ ઉંમરના વડીલો નિરાધાર કે નિસહાય, પથારીવસ, કેન્સરગ્રસ્ત હોય તો પણ મો. 80002 88888 નો સંપર્ક કરવા જણાવાયું છે.


