Monday, May 25, 2026
Homeરાજ્યહાલારશેઠવડાળામાં નોંધાયેલ ચોરીના બે કેસોમાં ત્રણ શખ્સો ઝડપાયા

શેઠવડાળામાં નોંધાયેલ ચોરીના બે કેસોમાં ત્રણ શખ્સો ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના બે કેસમાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ કોપર વાયર, મોટર સાયકલ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 2,55,060નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં એલસીબીના ભયપાલસિંહ જાડેજા, સુમિતભાઇ શિયાર, અજયભાઇ વીરડા, ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને એલસીબી પીઆઇ વી. બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન ઉમર ઉર્ફે અબાડો આલી દેથા, અલ્તાફ ઉર્ફે કારો વલીમામદ બુઢાણી, ઇલ્સાદ ઈસ્માઇલ ખફી નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે કુલ રૂા. 1,99,500ની કિંમતના કોપર વાયર તથા કોપર વાયર ઓગાળી બનાવેલ ઇંટો જેનું કુલ વજન 266 કિલો, રૂા. 50 હજારની કિંમતના બે મોટરસાયકલ, રૂા. 5500ની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા. 50ની ડિસમિસ, કેબલ વાયર કાપવા માટેની તણી સહિત કુલ રૂા. 2,55,060નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. આરોપી ઉંમર ઉર્ફે અબાડો વિરૂદ્ધ લાલપુર, ખંભાળિયા સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ આઠ ગુનાઓ નોંધાયા છે. તેમજ એક શખ્સ ભરત હરસુખ ચૌહાણની શોધખોળ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular