Saturday, May 23, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં જાહેરમાં ચલણી નોટોનો જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગરમાં જાહેરમાં ચલણી નોટોનો જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલા મોહનનગર પાસે માધલારી હોટલની બાજુની ગલીમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમાતો હોવાની બાતમી રાજેન્દ્રસિંહ ડોડિયાને મળતા પોલીસે રેઇડ કરી ચાર શખ્સોને રૂા. 7650ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર, મોહનનગરના ઢાળિયા પાસે આવેલી માલધારી હોટેલની બાજુની ગલીમાં જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતાં મુસ્તાક મહમદ અમરેલિયા, કાસમખાન ઉમરખાન પઠાણ, ઇરફાન સલીમભાઇ બહાદીદી તથા ભવાનભાઇ હીરાભાઇ સોનગરાને પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 7650ની રોકડ રકમ જપ્ત કરી જુગારાધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular