છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગર શહેરમાં પાવન પવિત્ર પુરૂષોત્તમ માસને લઇ ધર્મમય માહોલ છવાયો છે. શહેરના અનેકવિધ મંદિરોમાં પવિત્ર પુરૂષોત્તમ માસને લઇ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભકિતમય ઉજવણી થઇ રહી છે.
બહેનો દ્વારા પુરૂષોત્તમ માસમાં આખો મહિનો વ્રત કરી ગોરમાં પૂજન કરવામાં આવે છે તથા કથા સત્સંગ સહિતના ધાર્મિક કાર્યો યોજાય છે. શહેરના રણજીત રોડ પાસે ચૌહાણ ફળી રજપૂત ખવાસ જ્ઞાતિ સંચાલીત પુરૂષોત્તમજી મંદિરમાં પણ પુરૂષોત્તમ માસની ભકિતભાવ પૂર્વક ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે આજે અધિક જયેષ્ઠ સુદ આઠમના આ મંદિરે કૃષ્ણજન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મથુરાના કારાવાસના દિવ્ય દર્શન યોજાયા છે. મથુરાના કારાવાસ અને વરસાદના દર્શન તૈયાર કરવામાં આવ્યા છે. જેને નિહાળવા ધર્મપ્રેમી જનતા ઉમટી હતી. આ ઉપરાંત આજે સાંજે કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
View this post on Instagram


