જામનગરમાં પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ડોગ સ્કવોડને સાથે રાખી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વાહનોમાં સામાનનું ચેકિંગ કરી માદક પદાર્થોને હેરફેર અંગે ચકકાજામ કરાઇ રહી છે. તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી.
એનડીપીએસ સંબંધિત થતાં ગુનાઓને ધ્યાનમાં જામનગર એસઓજી દ્વાર જિલ્લામાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શુક્રવારે એસઓજીની ટીમ દ્વારા ડોગ સ્કવોડને સાથે રાખી સાત રસ્તા સર્કલ વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ખાનગી વાહનો મોટરકાર, બસ સહિતના વાહનોની તપાસ કરી ડોગ સ્કવોડ દ્વારા વાહનોમાં રહેલા સામાન અને અન્ય વસ્તુઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માદક પદાર્થોની હેરફેર અને ચકાસણી તથા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ તથા દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હતી. માદક પદાર્થોના વેચાણ, સંગ્રહ અને હેરફેર સામે જામનગર પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ સતત કાર્યવાહી કરાઇ રહી છે અને નાગરિકોને પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરાઇ છે.
View this post on Instagram


