જામનગર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા નીટ પેપરલીક કાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શહેરના ડીકેવી સર્કલ પાસે NSUI અને યુવક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. ડો. તૌસિફખાન પઠાણ, કોર્પોરેટર સહારાબેન મકવાણા સહિતના અગ્રણીઓ તથા કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.
View this post on Instagram


