Tuesday, May 19, 2026
Homeરાજ્યહાલારમોટી ખાવડી ગ્રામ પંચાયત દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

મોટી ખાવડી ગ્રામ પંચાયત દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

મોટી ખાવડી ગ્રામ પંચાયત દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલમાં પરોઢીયા ઇલેવન વિજેતા થઇ હતી. આ દરમિયાન મોટી ખાવડીના યુવાનો કાયમી ક્રિકેટ રમી શકે તે માટે લાઇટીંગ ટાવરો સહિતની વ્યવસ્થા મોટી ખાવડી ગ્રામ પંચાયત દ્વારા કરી આપવામાં આવી હતી.

- Advertisement -

મોટી ખાવડી ગ્રામ પંચાયત દ્વારા તા.3 મેથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આજુબાજુના ગામની 55 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં સિકકા વોર્ડ નં.7ની ટીમ અને પરોઢીયા ગામની ટીમ પહોંચી હતી. ફાઇનલ મેચમાં પરોઢીયા ઇલેવન વિજેતા થઇ હતી. અને સિકકા ઇલેવન રર્નસઅપ રહી હતી. આ સાથે મોટી ખાવડી વોર્ડ વાઇઝ ટુર્નામેન્ટ પણ રમાઇ હતી. જેમાં વોર્ડ નં.2 ફાઇનલમાં વિજેતા થઇ હતી. વિજેતા ટીમને રૂા.21000ની રોકડ અને ટ્રોફી તથા રર્નસઅપ ટીમને રૂા.11000ની રોકડ અને ટ્રોફી તથા મેનઓફધ મેચ, મેનઓફધ ટુર્નામેન્ટ, મેનઓફધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન સહિતના એવોર્ડ પણ અપાયા હતાં. ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં સરપંચ ગરવાભાઇ મોરી, ઉપસરપંચ હેમુભા જાડેજા, મોટી ખાવડી ગ્રામ પંચાયત સદસ્ય પ્રદિપસિંહ વાળા, કાનાભાઇ મોરી, હેમુભા જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, ગામના આગેવાનો ભરતસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, હાર્દિકસિંહ જાડેજા, અભેસંગ ચુડાસમા, રામશીભાઇ મોરી, હરીભાઇ મોરી, વિમલભાઇ કરમટા, વનરાજસિંહ ચુડાસમા, હનુભા વાળા, ભરતસિંહ ચુડાસમા, મહાવીરસિંહ જાડેજા, દિનેશભાઇ સંજોટ તથા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી યુવાનો ઉપસ્થિત રહી બન્ને ટીમોને પ્રોત્સાહીત કરી હતી. આ ટુર્નામેન્ટ અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા મોટી ખાવડીના યુવાનો કાયમી ક્રિકેટ રમી શકે તે માટે રૂા.5 લાખના ખર્ચે લાઇટીંગ ટાવરો સહિતની વ્યવસ્થા કરી અપાઇ હતી. જે બદલ યુવાનોએ મોટી ખાવડી ગ્રામ પંચાયતના સરપંચ, ઉપ સરપંચ, સભ્યો અને તલાટી મંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. આ ટુર્નામેન્ટને સફળ આયોજન બદલ રઘુવીરસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, વિરપાલસિંહ જાડેજા, રઘુવીરસિંહ સોઢા, મહાવીરસિંહ વાળા, કોમેન્ટેટર અર્જુનસિંહ વાળા, અજયસિંહ વાળા તથા યુવા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular