Wednesday, April 15, 2026
Homeરાજ્યજામનગરધરમપુર નજીક ટ્રેકટરમાં ઘૂસી જતાં ઇકો કારમાં સવાર યુવકનું મોત

ધરમપુર નજીક ટ્રેકટરમાં ઘૂસી જતાં ઇકો કારમાં સવાર યુવકનું મોત

પવન ચકકીના કામ માટે જતાં સમયે અકસ્માત : ચાલકે કાર બેફિકરાઇથી ચલાવી : કારમાં સવાર યુવકનું ગંભીર ઇજા પહોંચતા મોત : ચાલકને સામાન્ય ઇજા

લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટિયા પાસેથી પસાર થતી ઇકો કારના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી આગળ જતાં ટ્રેકટરની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના બબરઝર ગામના વાડી વિસ્તારમાં રહેતાં મિલનભાઇ લખમણભાઇ બંધિયા નામનો યુવક લાલપુર પંથકના શેઢાખાઇ ગામમાં આવેલી વિન્ડ વર્ડ ક્લિન એનર્જી ફોરએવર નામની કંપનીની પવનચક્કી સાઇટ પર હતા ત્યારે જગદિશ સામત ગોજિયા નામના ચાલક સાથે જીજે16 બીજી 2520 નંબરની ઇકો કારમાં ગત્ શનિવારે વહેલી સવારના પાંચ વાગ્યાના અરસામાં શેઠાખાઇ સાઇટની જોગરા ઓફિસથી ખાઇડી ગામમાં પવન ચકકીના કામ માટે આવતા હતા ત્યારે ધરમપુર ગામના પાટિયા પાસે પહોંચ્યા તે સમયે કારચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવતા આગળ જઇ રહેલા ટ્રેકટરની ટ્રોલી પાછળ ધડાકાભેર કાર ઘૂસી ગઇ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારમાં બેસેલા મિલન લખમણભાઇ બંધિયા (ઉ.વ.22) નામના યુવકને ગંભીર ઇજા પહોંચતા લાલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પિતરાઇ રાજશીભાઇ દ્વારા જાણ કરતા પીઆઇ એસ. પી. ગોહિલ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular