Monday, April 6, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ચુંટણી ઢંઢેરો જાહેર - VIDEO

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ચુંટણી ઢંઢેરો જાહેર – VIDEO

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ 16 મુદાઓ સાથેનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જામનગરના લોકોની માંગણીઓ આ ચુંટણી ઢંઢેરામાં સમાવેશ કરી હોવાનું કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવાયું હતું.

- Advertisement -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે આજથી સતાવાર પ્રક્રિયા પ્રારંભ થઇ ચુકી છે. જામનગર મહાનગરપાલિકામાં કુલ 16 વોર્ડ 64 બેઠકો માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. આ વખતે જામનગરમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે ત્યારે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચુંટણી માટે મેનીફેસ્ટો (ચુંટણી ઢંઢેરો) જાહેર કર્યો હતો. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરીષદમાં પીવાનું પાણી, ડોર ટુ ડોર કચરો, ક્રિકેટનું મેદાન સહિત 16 જેટલા મુદાઓ સાથેનો ચુંટણી ઢંઢેરો કોંગ્રેસે જાહેર કર્યો હતો. આ તકે પુર્વ સાંસદ વિક્રમભાઇ માડમ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો પૂર્વ વિપક્ષી નેતા ધવલ નંદા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular