Saturday, April 25, 2026
Homeરાજ્યજામનગરધુંવાવમાં ઘરમાં ઘૂસી યુવાન ઉપર અજાણ્યા શખ્સો દ્વારા ઘાતક હુમલો - VIDEO

ધુંવાવમાં ઘરમાં ઘૂસી યુવાન ઉપર અજાણ્યા શખ્સો દ્વારા ઘાતક હુમલો – VIDEO

ગત રાત્રીના ચારથી પાંચ શખ્સો ઘરમાં ઘૂસ્યા : ધોકા-પાઇપ વડે હુમલો કર્યો : જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો : પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી

જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં વસવાટ કરતાં યુવાનના ઘરમાં જઇને ગઇકાલે મોડીરાત્રે ચાર-પાંચ શખ્સો દ્વારા એકસંપ કરી હુમલો કર્યાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રહેતાં મોહસીન (ઉ.વ.24) નામના યુવાનને ગત્ મોડીરાત્રે ચારથી પાંચ શખ્સોએ એકસંપ કરી મંડળી રચી તેના ઘરમાં ઘૂસી જઇ ધોકા અને પાઇપ વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો. જૂની અદાવતનો ખાર રાખી હુમલો કરીને શખ્સો ત્યાંથી નાશી ગયા હતા. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા યુવાનને સ્થાનિક રહેવાસીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ બનાવની જાણના આધારે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફએ યુવાન મોહસિનની ફરિયાદના આધારે ચારથી પાંચ જેટલા શખ્સો વિરૂદ્ધ જૂની અદાવતનો ખાર રાખી કરાયેલા હુમલાનો ગુનો નોંધી ધરપકડ કરવા આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular