ખંભાળિયાથી આશરે 22 કિલોમીટર દૂર સેઢા ભાડથર ગામે રહેતા ડાડુભાઈ પીઠાભાઈ દેથરીયા નામના 52 વર્ષના આધેડના ખેતરમાં આવેલા સેઢા પરના માટીના પારાને નહીં હટાવવા બાબતે સમજાવવા જતા આરોપી દેવાણંદ રામા ચાવડા, મેરુ રામા ચાવડા, હેમંત પુંજા ચાવડા, દિલીપ શિવાભાઈ ચાવડા, શિવાભાઈ રામા ચાવડા અને રામદે લખમણ ચાવડા નામના છ શખ્સોએ ફરિયાદી ડાડુભાઈ તથા સાહેદ રાહુલ, કિશન, હેમલ વિગેરે પર કુહાડા વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જ્યારે સામા પક્ષે દિલીપ ઉર્ફે કાર્યો શિવાભાઈ ચાવડા (ઉ.વ. 30) એ શેઢા પરના માટીના પારાને હટાવવા બાબતે આરોપી અરજણ પીઠાભાઈ દેથરીયા, હેમલ પબુભાઈ દેથરીયા, રાહુલ ડાડુભાઈ દેથરીયા, ડાડુ પીઠાભાઈ દેથરીયા અને કિશન ડાડુભાઈ દેથરીયા નામના પાંચ શખ્સોએ ફરિયાદી દિલીપ ચાવડા તેમજ સાહેદ મેરૂભાઈ, હેમંતભાઈ વિગેરેને બિભત્સ ગાળો કાઢી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે બંને પક્ષો કુલ 11 શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ દ્વારા હાથ ધરવામાં આવી છે.


