Tuesday, March 31, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વિધવા મહિલાની હત્યાનો આરોપી પ્રેમી ઝડપાયો

જામનગરમાં વિધવા મહિલાની હત્યાનો આરોપી પ્રેમી ઝડપાયો

ત્રણ સંતાનોની માતાનો મૃતદેહ સાંપડયો : મહિલા દ્વારા અવારનવાર પૈસાની માંગણી : રૂપિયા આપી ન શકતા પ્રેમીએ મહિલાનું કાસળ કાઢયું : પોલીસે હત્યારાના ઘરમાંથી મૃતદેહનો કબ્જો સંભાળ્યો : રીમાન્ડ મેળવવા તજવીજ

જામનગર શહેરની ડિફેન્સ કોલોનીમાં રહેતી અને મથુરાની વતની એવી ત્રણ સંતાનોની વિધવા માતાનો મૃતદેહ તેના રહેણાંક મકાનની પાછળ રહેતાં શખ્સના મકાનમાંથી મળી આવ્યા બાદ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ગણતરીના કલાકોમાં હત્યારા પ્રેમી આરોપીને ઝડપી લઇ રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ મૂળ મથુરાના વતની અને હાલ જામનગર શહેરની ડિફેન્સ કોલોની, શેરી નંબર બેમાં રહેતી રિન્કીદેવી બન્ટુસિંહ કઠેરિયા નામની મહિલાના પતિ બન્ટુસિંહનું વર્ષ 2021માં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. લગ્નજીવન દરમ્યાન દંપતિને રોહિત (ઉ.વ.19), નીતિન (ઉ.વ.17) અને અંજલિ કઠેરિયા (ઉ.વ.6) નામના ત્રણ સંતાનો સાથે રહે છે. દરમ્યાન પતિના નિધન બાદ વિધવા રિન્કીદેવી નાઘેડી ગામમાં આવેલી દવાની ફેકટરીમાં કામ કરી જીવનનિર્વાહ કરતી હતી. દરમ્યાન બે દિવસ પહેલાં વિધવા મહિલા એકાએક લાપત્તા બની ગઇ હતી. લાપત્તા થયેલી માતાની સંતાનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ માતાનો કોઇ પત્તો મળ્યો ન હતો. જેથી સંતાનો દ્વારા પોલીસમાં ગૂમનોંધ લખાવવામાં આવી હતી.

દરમ્યાન મહિલાનો મૃતદેહ તેણીના રહેણાંક મકાનની પાછળના વિસ્તારમાં રહેતા વિજય ઓડિચ નામના શખ્સના ઘરમાં હોવાની જાણના આધારે સિટી ‘સી’ ડિવિઝનના પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ વિધવા મહિલાનો હત્યા નિપજાવેલો મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં વિધવા મહિલાની હત્યા વિજય ઓડિચ નામના શખ્સએ નિપજાવી હોવાનું ખુલતા પોલીસે વિજયની ઓડિચ નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં વિજય વિઠ્ઠલભાઇ ઓડિચને મૃતક રિન્કી દેવી સાથે અનૈતિક સંબંધો હતાં. આ અનૈતિક સંબંધોના કારણે મૃતક મહિલા અવારનવાર વિજય પાસે રૂપિયાની માંગણી કરતી હતી. અને પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકી આપતી હતી. વારંવાર વિજય મહિલાને રૂપિયા આપી શકતો ન હોવાથી પ્રેમી મહિલાને ત્રણ દિવસ પૂર્વે સાંજના સમયે તેના કાકા કાના ઓડિચના ઘરે લઇ જઇ ગળુ દબાવી હત્યા નિપજાવી લાશને કોથળામાં જ બાંધીને રાખી દઇ નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ વિજય ઓડિચની ધરપકડ કરી આગળની કાર્યવાહી ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular