જામનગર શહેરમાં હિન્દુ-મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ અને વાહનચેકિંગ તથા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રમઝાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાને લઇ જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની દરેક ડિવિઝનને ફૂટ પેટ્રોલિંગની અપાયેલી સૂચના મુજબ જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિતના સ્ટાફએ દરબારગઢ નાકા બહાર આવેલા સંવેદનશીલ વિસ્તારો પાંચ હાટડી, પટ્ટણીવાડ, સુમરા ચાલી, મોટા પીર ચોક, ઘાંચીની ખડકી, ખોજાના નાકા, ગુજરાતી વાડ વગેરે વિસ્તારોમાં તેમજ સિટી ‘સી’ ડિવિઝનના પીઆઇ બી. એન. ડાભી તથા સ્ટાફએ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણસે તે માટે 49 દિ. પ્લોટથી લઇને શંકર ટેકરી મેઇન રોડ સુધીના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી આવતા-જતાં વાહનને ચેકિંગ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram


