Tuesday, March 17, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં મહિલા સંચાલિત જુગાર સ્થળે એલસીબીનો દરોડો

દ્વારકામાં મહિલા સંચાલિત જુગાર સ્થળે એલસીબીનો દરોડો

વરવાળા ગામમાં રહેણાંક મકાનમાં એલસીબી ત્રાટકી : ત્રણ મહિલા સહિત 6 શખ્સોની અટકાયત : રૂા. 48 હજારનો મુદામાલ કબ્જે

દ્વારકા વિસ્તારમાં એલ.સી.બી. પોલીસે જુગાર દરોડો પાડી, એક મહિલા દ્વારા ચલાવવામાં આવતા જુગારના અખાડામાંથી ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગેની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી. એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે સોમવારે સાંજના સમયે ઓખા – દ્વારકા હાઇવે પર આવેલા વરવાળા ગામે રહેતા મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં તેના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો ભેગા કરીને અહીં જુગાર રમવા માટે લાઈટ – પાણી વિગેરેની સુવિધાઓ પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવી, ચલાવાતા જુગાર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સ્થળેથી પોલીસે ખંજન ઉર્ફે જીગર ધનસુખભાઈ સામાણી, હિતેશ ધરમશી સામાણી, જીતેન્દ્ર વિઠ્ઠલદાસ તન્ના અને સંચાલક સહિતની ત્રણ મહિલા મળી કુલ છ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. પોલીસે કુલ રૂ. 33,480ની રોકડ રકમ તથા રૂપિયા 15,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 48,980નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહીમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, જગદીશભાઈ કરમુર, દીપકભાઈ રાવલીયા, પીઠાભાઈ ગોજીયા, સચિનભાઈ નકુમ, નરસીભાઈ સોનગરા અને હસમુખભાઈ કટારા જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular