Monday, March 16, 2026
Homeરાજ્યહાલારવસઇમાંથી જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

વસઇમાંથી જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

દ્વારકાના વસઇમાં વાડી વિસ્તારમાં ચાલતાી જુગારના સ્થળે દરોડો પાડી પોલીસે આઠ શખ્સોને રૂા. 91 હજારના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દ્વારકાથી આશરે 12 કિલોમીટર દૂર વસઈ ગામના વાડી વિસ્તારમાં એક મંદિર પાસે બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા કાનાભા આલાભા માણેક, ભીમાભા જોધાભા સુમણીયા, વીધાભા હધાભા માણેક, કરણસિંહ હધાભા માણેક મીયાભા પાલાભાઈ માણેક, મોમાયાભા નકીયાભા ભઠડ, ગાંગાભા જોધાભા સુમણીયા, અને મણકાભા ઉર્ફે માણેકભા મુરુભા માણેક નામના આઠ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 26,570ની રોકડ રકમ તથા રૂપિયા 25,000ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 40 હજારના બે મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 91,570 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવી હતી. આ સમગ્ર કાર્યવાહી દ્વારકા પોલીસ મથકના પી.આઈ. એ.એલ. બારસીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ થારીયાભાઈ સુમણીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને જેસાભાઈ આંબલીયાની બાતમીના આધારે કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular