Friday, February 20, 2026
Homeરાજ્યહાલારભાટિયામાં નાસ્તાના પૈસા આપવાની બાબતે દુકાનદાર ઉપર બે શખ્સોનો હુમલો

ભાટિયામાં નાસ્તાના પૈસા આપવાની બાબતે દુકાનદાર ઉપર બે શખ્સોનો હુમલો

દુકાનધારકે પૈસા માંગતા ઉશ્કેરાયેલા બે શખ્સો લોખંડના પાઇપ વડે તૂટી પડયા: બિભત્સ ગાળો કાઢી મારી નાખવાની આપી ધમકી

કલ્યાણપુરના ભાટિયા ગામમાં ખાણીપીણીની દુકાનદારએ ગ્રાહક પાસે જમવાના પૈસા માંગતા બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી બન્ને શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા અને ખાણીપીણીની દુકાન ધરાવતા એક યુવાનને ગત તા. 17 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે ભાટિયામાં ભોગાત રોડ પર આવેલા એક મંદિર પાસે બોલાવીને ભકા ગઢવી અને જયેશ થારુ નામના બે શખ્સોએ “અમે તારી હોટલે જમવા માટે આવીએ ત્યારે તું મારી પાસે શું કામ પૈસા માંગે છે?” તેમ કહી, ઉશ્કેરાઈને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેમને ઈજાઓ થવા પામી હતી.

આમ, જમવાના પૈસા બાબતે બોલાચાલી કરી, બંને શખ્સોએ ફરિયાદી યુવાનને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular