કાલાવડ ટાઉન વાડી વિસ્તારમાંથી જામનગર એલસીબી પોલીસે 236 નંગ વિદેશી દારૂના ચપટા સાથે એક શખ્સને ઝડપી લઇ કુલ રૂા.59500નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ કાલાવડ ટાઉનમાં ધોરાજી રોડ ઉપર ફલકુ નદીના કાંઠે એક શખ્સ દારૂનો જથ્થો રાખ્યો હોવાની એલસીબીના મયુરસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સુચના અને એલસીબીના પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, એમ.વી. ભાટીયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે સંજયભાઇની વાડીમાંથી કેતન ઉર્ફે પીપીઓ વાલજી વૈષ્ણવ નામના શખ્સને રૂા.59000ની કિંમતના 236 નંગ વિદેશી દારૂના ચપટા તથા રૂા.500ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.59500ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. સપ્લાયર તરીકે મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજાના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.


