Saturday, February 7, 2026
Homeરાજ્યહાલારમોરારીબાપુ અને પબુભા માણેક વચ્ચે વર્ષો જૂના વિવાદનો સુખદ અંત - VIDEO

મોરારીબાપુ અને પબુભા માણેક વચ્ચે વર્ષો જૂના વિવાદનો સુખદ અંત – VIDEO

યાત્રાધામ દ્વારકામાં જાણીતા કથાકાર મોરારીબાપુ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક વચ્ચે થયેલી શુભેચ્છા મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની છે. વર્ષો પહેલા બંને વચ્ચે સર્જાયેલા વિવાદને ભૂતકાળમાં મૂકી, દ્વારકામાં બંને મહાનુભાવોએ પરસ્પર સૌહાર્દપૂર્ણ વાતચીત કરી અને શુભેચ્છાઓ આપતા નવા સબંધોની શરૂઆત કરી છે.

- Advertisement -

દ્વારકાધીશની પવિત્ર ભૂમિ પર થયેલી આ મુલાકાત દરમિયાન મોરારીબાપુ અને પબુભા માણેકે હસતાં-હસતાં એકબીજાને મળીને સકારાત્મક સંદેશ આપ્યો હતો. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. અનેક લોકો આ ઘટનાને સમાધાન અને સમરસતાનું ઉદાહરણ તરીકે વખાણી રહ્યા છે.

- Advertisement -

વર્ષો જૂના મતભેદોને બાજુએ રાખી, પરસ્પર સમજ અને સૌજન્ય સાથે થયેલી આ મુલાકાત દ્વારકાની ધાર્મિક અને સામાજિક પરંપરાને વધુ મજબૂત બનાવતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દ્વારકામાં થયેલી આ શુભેચ્છા મુલાકાતે રાજકીય અને આધ્યાત્મિક વર્તુળોમાં પણ સકારાત્મક ચર્ચા જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular