Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયહોંગકોંગમાં ધ બર્નિંગ ટાવર: ઇમારતની શૈતાની આગમાં 55 લોકો જીવતા ભૂંજાયા -...

હોંગકોંગમાં ધ બર્નિંગ ટાવર: ઇમારતની શૈતાની આગમાં 55 લોકો જીવતા ભૂંજાયા – VIDEO

એકસાથે 8 ટાવર ભડભડ સળગ્યા : 300થી વધુ લોકો લાપત્તા

બુધવારે હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી, જેનાથી આખા શહેરને હચમચી ઉઠ્યું હતું. વાંગ ફુક કોર્ટ નામનો એક વિશાળ હાઉસિગ કોમ્પ્લેક્સ, જેમાં 4,000 થી વધુ રહેવાસીઓ રહે છે, જેમાં મોટી સંખ્યામાં 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ઘણા ટાવર ધુમાડા અને આગમાં લપેટાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 44 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 279 હજુ પણ ગુમ છે.આ આગ 1945 પછી હોંગકોંગની સૌથી ઘાતક સાબિત થઈ રહી છે. આઠ ટાવરવાળી આ મોટી સોસાયટીમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું, અને વાંસના પાલખને કારણે આગ ઝડપથી સાત ટાવરમાં ફેલાઈ ગઈ. પોલીસે બેદરકારી બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે, અને 16 કલાક પછી પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.ફાયર વિભાગને પહેલો કોલ બપોરે 3 વાગ્યાની આસપાસ મળ્યો. આગ વાંગ ચેઓંગ હાઉસમાં લાગી હતી, જે 32 માળની ઇમારત છે, જે હાલમાં નવીનીકરણ હેઠળ છે. આખો ટાવર ઊંચા વાંસના પાલખથી ઢંકાયેલો હતો, અને આગ પહેલા આ માળખાને ઘેરી લે છે.

- Advertisement -

થોડીવારમાં, સળગતું વાંસનું માળખું તૂટી પડવાનું શરૂ થયું, જે અન્ય ટાવરોમાં ફેલાઈ ગયું. આઠ ટાવર બ્લોકમાંથી સાત આગમાં લપેટાઈ ગયા. અગ્નિશામકોએ આગને કાબૂમાં લેવા માટે ઘણા કલાકો સુધી પ્રયાસ કર્યા. 128 ફાયર ટ્રક, 57 એમ્બ્યુલન્સ અને આશરે 888 બચાવ ટીમના સભ્યો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ઘણી ટીમો ટાવરના ઉપરના માળ સુધી પહોંચી શકી ન હતી. અંદરનું તાપમાન એટલું ખરાબ હતું કે અગ્નિશામકોને વારંવાર પાછા ફરવું પડ્યું. ઘણા લોકો તેમના ઘરોમાં ફસાયેલા રહ્યા, ભીના કપડા અને ટેપથી દરવાજા અને બારીઓ બંધ અને સીલ કરવાની સૂચના આપવામાં આવી. તાઈ પો જિલ્લામાં આવેલી આ આગ લગભગ 16 કલાકથી લાગી રહી છે, અને અગ્નિશામકો સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ ટાવર પર તેમના પ્રયાસો કેન્દ્રિત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અન્ય ચાર ઇમારતોમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે, જોકે તે સંપૂર્ણપણે બુઝાઈ નથી. આગ આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઈગગ અનુસાર, ફાયર સર્વિસીસના ડિરેક્ટર એન્ડી યેંગે જણાવ્યું હતું કે ક્રૂએ પોલિસ્ટરીન બોર્ડથી ઢંકાયેલી ઘણી ઇમારતોની બારીઓ જોઈ, જેને તેમણે ખૂબ જ અસામાન્ય ગણાવી. તેમણે કહ્યું કે આ પોલિસ્ટરીન બોર્ડ ખૂબ જ જ્વલનશીલ છે અને આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular