Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

જામનગરમાં યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

હુકમાં દુપટ્ટા વડે ગળેટૂંપો દઇ જિંદગી ટૂંકાવી : આજુબાજુના લોકો એકઠાં થઈ ગયા : 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા મોત નિપજ્યાનું જાહેર : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરે અગમ્યકારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હનુમાનટેકરી વિસ્તારમાં રહેતાં પ્રકાશ ગોપાલભાઈ મકવાણા (ઉ.વ.25) નામના યુવાને આજે સવારે તેના ઘરે છતના હુકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આતમહત્યા કરી હતી. આ અંગેની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરતા યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જેના આધારે પોલીસમાં જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular