જામનગરમાં જૈન સમાજમાં ચિત્ર માસની શાશ્વતી નવપદ (આયંબિલ)ની ઓળી ની આરાધનાઓ યોજાઈ હતી જેમાં પેલેસ જૈન ઉપાશ્રય ખાતે ભવસુખલાલ જમનાદાસ મહેતા (ચેલાવાળા) પરિવાર દ્વારા તથા બેંક કોલોની તેજપ્રકાશ સોસાયટી ખાતે 49 વર્ષથી ચાલતી આ આરાધનાના પારણા સતત બીજા વરસે રેખાબેન વિજયભાઈ સંઘવી પરિવારે લીધો હતો ચૈત્ર માસ દરમ્યાન મોટી સંખ્યામાં જૈન ભાઇઓ-બહેનોએ લાભ લીધો હતો આરાધનાના પારણા પ્રસંગે દાતા પરિવારના સવિતાબેન મહેતા, નીપાબેન પારસભાઈ મહેતા, વિજયભાઈ સંઘવી, ડો.રોમીન સંઘવી સહિત ના સદસ્યોએ આરાધકોને પારણા કરાવી પ્રભાવના થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. દાતા પરિવારોનું પેલેસ ઉપાશ્રયના ડો.અમીતભાઈ મહેતા, બેંક કોલોનીના પ્રાણલાલભાઇ દોશી સહિતના ટ્રસ્ટીઓ તથા જામનગરના વિવિધ જૈન સંગઠનો અને સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.