જામનગર મહાનગરપાલિકાની હદ્દ રાજ્ય સરકમાર દ્વારા તા.04/10/2023 થી વધારવામાં આવી જેમાં જીઆઇડીસી ફેસ-2 અને ફેસ-3 નો સમાવેશ જામનગર શહેર હદમાં કરવામાં આવ્યો હતો. આ વિસ્તારોના વિકાસ અને નિભાવ અર્થે એસોસિએશન દ્વારા આજ સુધી કાર્ય કરવામાં આવતું અને તેમાં સર્વિસ ચાર્જ એસોસિએશનના સભ્યો દ્વારા જીઆઇડીસીને ચૂકવવામાં આવતો હતો. સદરહુ વિસ્તારમાં ટેકસ અને સર્વિસ ચાર્જ એમ બન્નેનો ભારણ ઉદ્યોગકારો ઉપર આવી જતાં એસોસિએશન દ્વારા અન્ય મહાનગરપાલિકામાં એસોસિએશન અને મહાનગરપાલિકા વચ્ચે જે રીતે કરાર થયેલ તે રીતે જામનગરમાં પણ આ મુજબ એમ ઓ યુ થવા દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટી તથા જનરલ બોર્ડમાં જામનગર મહાનગરપાલિકા અને જીઆઇડીસી પ્લોટ અને શેડ હોલ્ડર એસોસિએશન દરેડ વચ્ચે જીઆઈડીસી ફેસ-2 અને ફેસ-3 ના સંબંધિત વિસ્તારના વિકાસ માટે ધોરણસર કરાર કરવામાં આવ્યો હતો. જીઆઈડીસી ફેસ-2 અને ફેસ-3 ના ઔદ્યોગિક તથા રહેણાંક વિસ્તારોમાં મિલકતવેરો અને અન્ય વેરો તથા ચાર્જીસની થયેલ આવકમાંથી 75% આવક તેજ વિસ્તારમાં વાપરવામાં આવશે અને આ વિસ્તારના તમામ કામો માટે એક અલગથી કંપનીની રચના કરવામાં આવશે અને તમામ કામો આ કંપની દ્વારા કરવામાં આવશે.
કંપનીના સંચાલન અર્થે જામનગર મહાનગરપાલિકા અને એસોસિએશનના નોમીનેટેડ મેમ્બરો રહેશે. કંપનીનું સંચાલન કંપની એકટ 2013 અનુસાર હાથ ધરવાનું રહેશે. જેમાં એકઝીકયુટીવ કમિટી અને ગવર્નિંગ કાઉન્સીલનો સમાવેશ થાય છે. આમ છેલ્લાં 10 વર્ષથી મુલત્વી રહેલા પ્રશ્ર્નનું સુખદ નિરાકરણ થયું છે.