જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં કારખાનામાંથી સીટી સી પોલીસે પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.27,090 ની રોકડ રકમ સહિત કુલ રૂા.1,57,090 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર એસોસિએશન ચોકડી પાસે કે/1, 216 પ્લોટમાં ગુરૂ કૃપા એન્ટરપ્રાઈઝ નામના કારખાનેદાર પ્રશાંત હિતેશ કારોલિયા પોતાના કારખાનામાં નાલ ઉઘરાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની સીટી સી ના હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર તથા હર્ષદભાઈ પરમારને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, યશપાલસિંહ જાડેજા, પો.કો. હર્ષદભાઈ પરમાર, ખીમશીભાઈ ડાંગર, મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન પ્રશાંત હિતેશ કારોલિયા, હિરેન રમેશ કણઝારીયા, ધર્મરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, પ્રતિક હરીશ લાબડીયા, મેહુલ નાથા કરમુર નામના પાંચ શખ્સોને રૂા.27,090 ની રોકડ રકમ, રૂા.80 હજારની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન, રૂા.50,000 ની કિંમતના બે નંગ મોટરસાઈકલ સહિત કુલ રૂા.1,57,090 ના મુદ્દામાલ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.