Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરફેસબુક મેસેન્જર દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

ફેસબુક મેસેન્જર દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

ફેસબુક એકાઉન્ટનો અનઓથોરાઇઝડ એકસેસ મેળવી કોન્ટેકટ લિસ્ટ જાણી છેતરપિંડી : જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગરમાં ફેસબુક એકાઉન્ટના અનઓથોરાઇઝડ એકસેસ મેળવી ફેસબુક મેસેન્જર દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરતા એક શખ્સને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટ ખાતેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના એક ફરિયાદીને તેના ફેસબુક મિત્રના ફેસબુક મેસેન્જર દ્વારા મેસેજ આવ્યો હતો કે તેનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે તો તેના પાંચ ફેસબુક મિત્ર ઓટીપી આપે તો ફેસબુક એકાઉન્ટ ફરી શરૂ થઇ જશે જેથી ફરિયાદીએ કોઇપણ જાતની ખરાઈ કર્યા વગર તેના મોબાઇલમાં આવેલ ઓટીપી ફેસબુક મેસેન્જર દ્વારા સામાવાળાને આપી દીધો હતો. જે બાદ ફરિયાદીના પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી પણ અન્ય ફેસબુક મિત્રો પાસેથી ગુજરાતીમાં મેસેજ દ્વારા રૂપિયાની માંંગણી કરી ફરિયાદીના ફેસબુક મિત્રોનું પણ આઈડી હેક કર્યાની ચાર ભોગ બનનાર દ્વારા જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસની વિશેષ ટીમ તપાસમાં લાગી હતી. આ દરમિયાન પો.કો. રાજેશભાઈ પરમારે ટેકનિકલ એનાલિસીસ કરી આરોપીના લોકેશન મેળવી હેકો ભગીરથસિંહ જાડેજા તથા પોકો દર્શિતભાઈ સિસોદીયા સહિતના સ્ટાફ દ્વારા આરોપીના લોકેશન રાજકોટ ખાતેના આવતા હોય રાજકોટ ખાતેથી હાર્દિક રમેશ ચૌહાણ નામના શખ્સને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણ્યા વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા સાવચેત રહેવા અને ઓટીપી કોઇપણ વ્યક્તિઓ સાથે શેર ન કરવા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇ વ્યક્તિ રૂપિયાની માંગણી કરે તો રૂપિયા આપતા પહેલાં ખરાઈ કરવા જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular