Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવાહનના ચોર ખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી લીધો - VIDEO

વાહનના ચોર ખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી લીધો – VIDEO

દારૂ ઘુસાડવાનો નવતર પ્રયોગ નિષ્ફળ : નંબર પ્લેટ નીચે ચોરખાનામાંથી દારૂ-બીયરનો જથ્થો કબ્જે : 277 બોટલ દારૂ અને 208 નંગ બીયરના ટીન તથા મોબાઇલ કબ્જે

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ઈંગ્લીશ દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબોનો ઉપયોગ કરવામાં આવે છે. જિલ્લામાં જુદા જુદા માર્ગો પરથી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે અને શહેરના વિસ્તારોમાંથી પણ દારૂનો મોટો જથ્થો ઝડપી લેવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે એલસીબીની ટીમે લાલપુર બાયપાસ પાસેથી અશોક લેલેન્ડ દોસ્ત વાહનમાં નંબર પ્લેટની નીચેથી ખાનુ બનાવી હેરાફેરી કરતા શખ્સને 277 બોટલ દારૂ અને 208 નંગ બીયરના ટીન સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડા અંગેની વિગત મુજબ, જામનગર-લાલપુર બાયપાસ ચોકડી પાસેથી પસાર થનાર વાહનમાં ચોર ખાનુ બનાવી દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

- Advertisement -

વોચ દરમિયાન બાતમી મુજબની જીજે-25-યુ-0144 નંબરનું અશોક લેલેન્ડ વાહન પસાર થતા એલસીબીની ટીમે આંતરીને તલાસી લેતા વાહનમાં કોઇ વાંધા જનક વસ્તુઓ મળી ન હતી. પરંતુ બાતમી ચોકકસ હોવાથી એલર્ટ રહેલી એલસીબીની ટીમે વાહનમાં નંબર પ્લેટની નીચે બનાવેલું ચોર ખાનુ શોધી કાઢી આ આખુ ખોલતા જ દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રૂા.1,10,800 ની કિંમતની 277 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો અને રૂા.20800 ની કિંમતના 208 નંગ બીયરના ટીન તથા પાંચ હજારની કિંમતનો મોબાઇલ અને રૂ.3 લાખની કિંમતનું વાહન મળી કુલ રૂા.4,36,600 ની કિંમતના મુદ્દામાલ સાથે પોરબંદર જિલ્લાના નાગકા ગામમાં રહેતા રાજુ અમરા કોડીયાતર નામના શખ્સને દબોચી લીધો હતો. એલસીબીની ટીમે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જામમનરના દરેડમાં રહેતા આલુ રબારી દ્વારા મંગાવવામાં આવ્યો હતો. અને ભાણવડના પાછતરડીના મેરૂ રામા હુણ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular