જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તિરંગો ફરકાવી આયોજિત પરેડની સલામી લીધી હતી. પ્રજાસત્તાક પર્વ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. પરેડનું નિરીક્ષણ કર્યા બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. 256 જેટલા જવાનોએ 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજુ કર્યો હતો. આ સાથે જ બાઇક સ્ટન્ટ શો, અશ્ર્વ-ડોગ શો પણ યોજાયો હતો. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.