Thursday, February 29, 2024
Homeરાજ્યજામનગરછોટી કાશીના આંગણે મહાસોમયજ્ઞ અને વિષ્ણુગોપાલ યજ્ઞનો શુભારંભ

છોટી કાશીના આંગણે મહાસોમયજ્ઞ અને વિષ્ણુગોપાલ યજ્ઞનો શુભારંભ

- Advertisement -

જામનગરના આંગણે ભક્તિભાવ અને શ્રધ્ધા – ઉત્સાહ સાથે અભૂતપૂર્વ મહાસોમયાગ અને વિરાટ વિષ્ણુગોપાલ યજ્ઞનો શુભારંભ થયો છે. શહેરમાં આયોજીત આ છ દિવસીય મહાધર્મોત્સવના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભાવિકો સાથે ઉધોગકારો, રાજકીય ક્ષેત્ર અને સામાજીક ક્ષેત્રના આગેવાનો – પ્રજાક્યિ પ્રતિનિધિઓ – કાર્યકરોનો પ્રવાહ યજ્ઞ સ્થળ પર ઉમટી રહયો છે.

- Advertisement -

શહેરમાં એરપોર્ટ રોડ પર જુની આર.ટી.ઓ.ચેક પોસ્ટ નજીક યજમાન લાલ પરિવારની વાડી પર ઉભા કરાયેલા વિશાળ શ્રી વલ્લભાચાર્યનગર માં તા.25 જાન્યુઆરીથી તા.30 જાન્યુઆરી દરમ્યાન આયોજીત કરાયેલા શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયાગ મહોત્સવ સાથે વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનો શુભારંભ તા.25 ના સવારે યજમાન લાલ પરિવારના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજભાઈ લાલ અને પરિવારના સૌ સભ્યો તેમજ કુટુંબીજનો અને યજ્ઞમાં આહુતિ આપવા માટે બેસનારા દંપતિઓ સાથે વિશાળ દર્શકોની ઉપસ્થિતીમાં થયો હતો. ઈંદોરના પદ્મમભૂષણ પ.પૂ.ગો.ડો.શ્રી ગોકુલોત્સવજી, સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા.ગો. ડો.વ્રજોત્સવજી મહોદયની નિશ્રામાં વિાન પંડિતો શુભ મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવી રહયા છે.

આ મહાધર્મોત્સવના પ્રથમ દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણી, રાષ્ટ્રિય સ્વયંસેવક સંધના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, જામનગર (દક્ષિણ) ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ કગથરા, વિશ્વ હિન્દુ પરીષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદી, હિન્દુ જાગરણ મંચના સંયોજક રાજુભાઈ પિલ્લાઈ, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ રામજીભાઈ પટેલ, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના જીલ્લા પ્રભારી અરજણભાઈ સોજીત્રા સહિતના ઉધોગકારો, રાજકીય અને સામાજીક ક્ષેત્રના આગેવાનો – કાર્યકરો અને ભાવિક નગરજનો મોટી સંખ્યામાં યજ્ઞનારાયણના દર્શન માટે જોડાયા હતાં.

- Advertisement -

આ ધર્મોત્સવના પ્રથમ દિને સંધ્યાકાળે યજ્ઞ વિધિના વિરામ પછી તુલસીવિવાહ મનોરથની પણ ઉજવણી ક2વામાં આવી હતી. જેમાં બેન્ડવાજા સાથે તુલસીવિવાહ ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભાઈ-બહેનો જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular