Tuesday, December 3, 2024
Homeરાજ્યગુજરાતતારીખ પે તારીખ : રફતારના રાક્ષસ તથ્ય પટેલને સજા કયારે ??? આજે...

તારીખ પે તારીખ : રફતારના રાક્ષસ તથ્ય પટેલને સજા કયારે ??? આજે એક વર્ષ પૂર્ણ

- Advertisement -

અમદાવાદ ઈસ્કોનબ્રિજ અકસ્માત કેસને એક વર્ષ થયું છે. રફતારના રાક્ષસ એવા તથ્ય પટેલની હડફેટે આવીને 9 લોકો મૃત્યુ પામ્યા હતાં. શું થયું આ કેસ નું ?? પીડિત પરિવારોની ચીસો કોઇને સંભળાય છે ખરે ?? તારીખ પે તારીખ અને પાછી ફરી તારીખ પે તારીખ એમ 35 મુદ્ત પડી છે. આ કેસમાં ટ્રાયલ ચલાવનાર જજ નિવૃત્ત થતા કેસ પેન્ડીંગ છે.

- Advertisement -

તથ્ય પટેલ જેગુઆર કારમાં મિત્રો સાથે એસજી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઈસ્કોન બ્રિજ પર એક થાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોની મદદ પોલીસ જવાનો કરી રહ્યા હતાં. તેવા સમયે પુરજોશમાં તથ્ય એ જેગુઆર સાથે આ રોડ પર એન્ટ્રી મારતા એક પછી એક એમ નવ લોકોને ઝપેટમાં લીધા જેમાં ઘટનાસ્થળે આઠ લોકોના મૃત્યુ જ્યારે એકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આમ આ ગોઝારી ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી. લાગતું હતું કે, તથ્ય જેવા નબીરાઓ હવે મનમાની નહીં કરી શકે. પોલીસે ફરિયાદ નોંધી, તપાસ હાથ ધરી, સાત દિવસમાં ચાર્જશીટ ફાઈલ થઈ પરંતુ હજુ સુધી તથ્ય જેલમાં આરામ ફરમાવે છે.

આ કેસમાં 191 સાક્ષીઓના નિવેદન લેવાયા, 15 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતાં છતાં હજુ ન્યાય નહી, 35 મુદ્ત છતા ચાર્જ ફ્રેમ કેમ નહીં ?? તાત્કાલિક સાત દિવસમાં ચાર્જશીટ કરી પરંતુ હજુ સુધી ચાર્જફ્રેમ નહીં રાજ્યમાં ચકચાર મચાવનાર 9 ને ભરખી જનાર આ અકસ્માતના પીડિતોને ન્યાય કયારે મળશે ???

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular