Sunday, May 19, 2024
Homeરાષ્ટ્રીય30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેન્કોમાં બદલી શકાશે

30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેન્કોમાં બદલી શકાશે

30મી સુધી આ નોટ ચલણમાં રહેશે પરંતુ શું વેપારીઓ સ્વીકારશે ખરા ?

- Advertisement -

એક આશ્ચર્યજનક પગલામાં રિઝર્વ બેંન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે ચલણમાંથી 2,000ની ચલણી નોટો પાછી ખેંચવાની મોટી જાહેરાત કરી હતી. જાહેર જનતા 30 સપ્ટેમ્બર સુધી આવી નોટો બેન્ક ખાતામાં જમા કરી શકશે અથવા બેંકોમાં બદલી શકશે. બીજી મહત્ત્વની બાબત એ છે કે 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ લિગલ ટેન્ડર રહેશે એટલે કે કાનૂની રીતે માન્ય રહેશે. પરંતુ વેપારીઓ આ નોટ સ્વીકારે છે કે કેમ તે એક મોટો પ્રશ્ર્ન છે.

- Advertisement -

આરબીઆઇએ જણાવ્યું હતું કે તેણે ક્લિન નોટ પોલિસી હેઠળ બેંકોને તાત્કાલિક અસરથી 2,000ની નોટો જારી કરવાનું બંધ કરવાની તાકીદ કરી છે.આરબીઆઈએ બેંક ખાતામાં કેટલી 2,000ની ચલણી નોટો જમા કરાવી શકાશે તેની મર્યાદાનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ એક સમયે 20,000ની મર્યાદામાં 2000ની નોટો બેન્કોમાં જઈને બદલાવી શકાશે. કાળા નાણાંનો સંગ્રહ કરવા માટે ઊંચા મૂલ્યની નોટોનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાની ચિંતા વચ્ચે આ પગલું લેવાયું છે. આરબીઆઈએ 2018-19માં 2,000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું અને આ નોટો ભાગ્યે જ ચલણમાં હતી. આરબીઆઈએ કહ્યું હતું કે કે એવું પણ જોવામાં આવ્યું છે કે 2,000 રૂપિયાની નોટ સામાન્ય રીતે વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતી નથી.

વધુમાં અન્ય મૂલ્યની બેંક નોટોનો સ્ટોક લોકોની ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે પર્યાપ્ત છે. 2,000 રૂપિયાની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. સેન્ટ્રલ બેંકે લોકોને તેમના બેંક ખાતામાં 2,000ની બેંક નોટ જમા કરાવવા અને/અથવા તેને કોઈપણ બેંક શાખામાં અન્ય મૂલ્યોની બેંક નોટોમાં બદલાવી દેવાની સૂચના આપી છે. જાહેર જનતાને 30 સપ્ટેમ્બર, 2023 સુધીના સમયનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તેઓ 2,000ની બેંક નોટો જમા કરે અને/અથવા એક્સચેન્જ કરે. બેન્ક ખાતામાં કોઇપણ નિયંત્રણો વગર રાબેતા મુજબ ધોરણે આ નોટો જમા કરાવી શકાશે. બેંક શાખાઓની નિયમિત પ્રવૃત્તિઓમાં વિક્ષેપ ન આવે તે માટે 23 મે 2023થી કોઈપણ બેંકમાં 2,000 રૂપિયાની બેંક નોટોને અન્ય મૂલ્યોની બેંક નોટોમાં એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધી બદલી શકાય છે. જાહેર જનતાને પૂરતો સમય આપવા માટે આરબીઆઇએ તમામ બેંકોને 30 સપ્ટેમ્બર, 2023 સુધી 2,000ની બેંક નોટો જમા કરાવવા અને/અથવા એક્સચેન્જ કરવાની ફેસિલિટી ઊભી કરવા તાકીદ કરી છે. આ ઉપરાંત 23 મે 2023થી આરબીઆઇની 19 રિજનલ ઓફિસોમાં એકસમયે 20,000ની મર્યાદામાં રહીને 2,000ની બેન્કનોટને એક્સ્ચેન્જ કરવાની ફેસિલિટી ઊભી કરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular