Wednesday, April 14, 2021
Homeરાજ્યગુજરાતગુજરાત પોલીસ વિભાગમાં 1382 જગ્યાઓ ખાલી, આ તારીખથી ભરાશે ફોર્મ

ગુજરાત પોલીસ વિભાગમાં 1382 જગ્યાઓ ખાલી, આ તારીખથી ભરાશે ફોર્મ

- Advertisement -

ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે સાથેજ ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યના પોલીસ બેડામાં ભરતીની જાહેરાત કરવામાં આવી હોવાથી પોલીસમાં જવા માટે ઈચ્છુક યુવાઓ માટે ઉત્તમ તક છે. પોલીસ વિભાગ માં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે.

- Advertisement -

16 માર્ચથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ખાલી પડેલી 1382 જગ્યાઓ પૈકી બિન હથિયારધારી PSIની 202 જગ્યા, બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ અને હથિયારધારી PSIની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે.મહિલા ઈન્ટેલિજન્ટ ઓફિસરની 9 જગ્યાઓની ભરતી થશે,બિન હથિયારધારી મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 659 જગ્યાઓ,બિન હથિયારધારી મહિલા મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 324 જગ્યા માટે આગામી તા.16 માર્ચથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ માટે ઉમેદવારો એ ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે જે તા.31 માર્ચ સુધી ઉમેદવારો ની ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular