Homeસમાચારરાષ્ટ્રીયબુધવારે દિલ્હીમાં પેન્શનરોના મહાધરણા

બુધવારે દિલ્હીમાં પેન્શનરોના મહાધરણા

આઠમું પગારપંચ અને 01-01-2026 પહેલાં નિવૃત્ત થયેલા કેન્દ્ર સરકારના પેન્શનરોના પેન્શનમાં સુધારાની માંગણીનું નિરાકરણ ન આવતાં આવતીકાલે એફસીપીએલ અને એમસીસીપીએના આહવાનથી દિલ્હીમાં પેન્શનરોના મહાધરણા યોજાશે.

- Advertisement -

સંયુક્ત સલાહકાર તંત્રના મહામંત્રી અને અન્ય આગેવાનોએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની વિવિધ માગણીઓ અંગે આઠમા પગાર પંચના સભ્યો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. પરંતુ આઠમા પગાર પંચના સભ્યોએ 01-01-2026 પહેલાં નિવૃત્ત થયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શનમાં સુધારા અંગેની માગણી પર ચર્ચા કરવાની ના પાડી દીધી છે. પેન્શનમાં સુધારો એકસરખો હોવો જોઇએ તેમ જણાવી રાષ્ટ્રિય સંકલન સમિતિ અને સંઘીય સંકલન સમિતિ દ્વારા આંદોલન કાર્યક્રમનો નિર્ણય કર્યો છે. માર્ચ 2025માં સંસદમાં પસાર થયેલી માન્યતા કલમ પાછી ખેંચવા અને આઠમા પગારપંચના સંદર્ભમાં શરતોમાં સુધારો કરીને 01-01-2026 પહેલાં નિવૃત્ત થયેલા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શનમાં સુધારાનો સમાવેશ કરવા માંગણી કરાઇ રહી છે.

એફસીપીએલ અને એમસીસીપીએના આહવાનથી પેન્શન વેલિડેશન એક્ટ 2025 રદ કરવા, 8મા પગાર પંચમાં પ્રી-2026 પેન્શનરોના પેન્શન સુધારાનો સમાવેશ કરવા, જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા, BSNL – MTNL પેન્શનરોનું પેન્શન સુધારો, 50% મોંઘવારી ભથ્થું પગાર/પેન્શનમાં સમાવેશ કરવા સહિતના મુદે ધરણાં કરવામાં આવશે તેમ અખિલ ભારતીય કેન્દ્રીય પેન્શનર સંગઠનના એ. કે. મહેતા તથા વી. એ. એન. નામ્બૂદિરી પેટ્રન, NCCPA દ્વારા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular