Tuesday, November 17, 2026
Homeરાજ્યજામનગરઘરફોડ ચોરીમાં સાત માસથી નાસતો તસ્કર ઝડપાયો

ઘરફોડ ચોરીમાં સાત માસથી નાસતો તસ્કર ઝડપાયો

જામનગર શહેરના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતાં તસ્કરને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત માસ અગાઉ થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતાં તસ્કર અંગે હે.કો. વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા, મહેન્દ્રસિંહ ચુડાસમાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઇ વી. એમ. ડોડિયા, પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા હે.કો. વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા, મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે સાત માસથી નાસતા ફરતા મહમદહુશેન ઉર્ફે સિદિક જુણેજા (ઉ.વ.31, રહે. હર્ષદ મીલની ચાલી, ઘાંચી કબ્રસ્તા પાસે, અબ્દુલકલામ આવાસ, વિંગ એ, રૂમ નંબર 604) નામના તસ્કરને રબ્બાની પાર્ક, શેરી નંબર ત્રણના ખુણેથી દબોચી લઇ સિટી ‘બી’ ડિવિઝનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી. આ તસ્કર વિરૂદ્ધ અગાઉ 2014, 2016, 2018માં સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ત્રણ ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular